ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ તો તમે લોકોએ સાંભળ્યું જ હશે. થોડ્ડા સમય પહેલાં જ તેના ઘરે દીકરાનો જન્મ થયો હતો. ક્રીક્રેટમાં સચિન તેંદુલકરથી લઈને વિરાટ કોહલી સુધી કેટલાંક ખેલાડીઓએ પોતાને નામ કેટલાંક ઇતિહાસ બનાવી દીધા છે. હાલમાં પણ આવા જ એક સમાચાર આપણી સામે આવી રહ્યાં છે.
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વનડે ક્રિકેટમાં એક હજાર રન પૂરા કર્યા છે. તેણે માત્ર 857 બોલમાં 1,000 રન બનાવી આ સિદ્ધિ મેળવી છે. હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયામાં એક બેટ્સમેન તરીકે રમી રહ્યો છે.

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામે અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમય દરમિયાન, હાર્દિક પંડ્યાએ તેના નામે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી.
વન ડેમાં સૌથી ઝડપથી કુલ 1,000 રન બનાવનાર ખેલાડી આંદ્રે રસલ છે કે, જેણે માત્ર 767 બોલમાં આ સિદ્ધિ મેળવી છે. અહીં નોંધનીય છે કે, હાર્દિક પંડ્યાએ સિડનીમાં રમાઈ રહેલી વન ડેમાં કુલ 31 બોલમાં પોતાની અર્ધસદી ફટકારી હતી. હાર્દિક પડ્યાએ કુલ 30થી વધુની એવરેજ સાથે કુલ 115થી વધુના સ્ટ્રાઈક રેટથી કુલ 1,000 રન બનાવ્યા છે. તેણે સિડનીમાં શિખર ધવન સાથે મળીને શતકીય ભાગેદારી નોંધાવી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો હાર્દિક પંડ્યા પાંચમાં નંબર પર છે. આ લિસ્ટમાં સૌથી ઉપર આંદ્રે રસેલ છે. આ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેને 767 બોલ પર 1000 રન પૂરા કર્યા હતા. ત્યારબાદ લ્યૂક રોંચીનો નંબર આવે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માટે રમનારા રોંચીએ 807 બોલનો સામનો કર્યો હતો.
પાકિસ્તાનના વિસ્ફોટક ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ 834 બોલનો સામનો કર્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના કોરી એન્ડરસનનો નંબર આવે છે જેણે 854 બોલ પર 1000 વનડે આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા હતા.
This piece of writing will assist the internet visitors for setting up new web site or even a blog from start to end.