ઈમરાન હાશમી સાથે જન્નત ફિલ્મથી ડેબ્યૂ કરનાર સોનલ ચૌહાણ 16 તારીખે પોતાનો 34 મો જન્મ દિવસ ઉજવ્યો હતો. સોનલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બર્થ ડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી.

સોનલ ચૌહાણ હિન્દી મુવી ની સાથે સાથે તેલુગુ મુવી માં પણ કામ કરી ચુકી છે. ફિલ્મી દુનિયામાં પહેલી જ ફિલ્મથી સોનલ ચૌહાણ પોપ્યુલર થઈ ગઈ હતી. આજના સમયમાં તે ફિલ્મને લઈને તો નહિ પણ પોતાના બોલ્ડ અવતારને લઈ લોકપ્રિય રહે છે.

છેલ્લે તે પોતાની ફિલ્મ પલટનમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે મેજરની પત્નીનો રોલ નિભાવ્યો હતો. જે બાદ તે જેક એન્ડ દિલ નામની એક ફિલ્મમાં પણ જોવા મળી હતી જો કે આ ફિલ્મ ફ્લૉપ થઈ હતી. 2005 માં મિસ વર્લ્ડ ટુરિઝમ ટાઇટલ પ્રાપ્ત કરનાર સોનલ ચૌહાણ પ્રથમ ભારતીય હતી. તેના પછી, સોનલ હિમેશ રેશમિયાના આલ્બમ ‘આપ કા સુરૂર’ માં દેખાઈ.

