હાલ માં પકડાયેલા છ આતંકીઓની પૂછપરછમાં ઘણા બધા ખુલાસા સામે આવ્યા છે. આ આતંકીઓ નું હુમલાઓ દેશના ઘણા રાજ્યોમાં હુમલાઓ કરવાનું તેઓનું ષડયંત્ર હતું.આંતકવાદીઓ ને ISI ની સૂચના મળ્યા પછી, ઘણા રાજ્યોના મોટા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાના હતા. પકડાયેલા આતંકવાદીઓ ઓસામા અને ઝીશાનને પાકિસ્તાનમાં તાલીમ આપવામાં આવી હતી જ્યાં મુંબઈ આતંકી હુમલાના દોષી અજમલ અમીર કસાબને તાલીમ આપવામાં આવી હતી.આતંકવાદીઓએ ખુલાસો કર્યો છે કે તેમને માત્ર રોકેટ અને હથિયારોની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું હતું.

ઝીશાન-ઓસામાને પહેલા જિયોની નીમની જગ્યાએ લઇ ગયા હતા. જીયોનીથઈ પાક.ના ગ્વાદર પોર્ટ પાસેથી થટ્ટા ફાર્મ હાઉસ લઇ જવાયા હતા. પાકિસ્તાનની સેનાના ડ્રેસમાં રહેનારા જબ્બાર અને હમઝાએ તમામને ટ્રેનિંગ આપી હતી. 15 દિવસમાં તેમને ઘરેલૂ સામાનથી બોમ્બ બનાવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ATSએ નૈનીના ડાંડી વિસ્તારમાં એક પોલ્ટ્રી ફાર્મમાંથી IED પણ જપ્ત કર્યું હતું.
સ્પેશિયલ સેલના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આતંકવાદીઑ તહેવારો દરમિયાન, એવા સ્થળે બોમ્બ વિસ્ફોટ કરવા માંગતા હતા જ્યાં ચોક્કસ ધર્મના લોકો એક જગ્યાએ મોટી સંખ્યામાં ભેગા થાય. બોમ્બ વિસ્ફોટો પછી, વધુ જાન -માલનું નુકસાન થવું જોઈએ અને તે પછી દેશમાં કોમી સંવાદિતા બગડે છે અને દેશમાં રમખાણો ફેલાશે એવા મનસૂબા સાથે તેઓ તૈયારી કરી રહ્યા હતા.