અક્ષય કુમારે તેની ફિલ્મ ‘રામ સેતુ’ માટે યોગી આદિત્યનાથ પાસે અયોધ્યામાં શૂટિંગ કરવાની મંજુરી માંગી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મંજૂરી મળ્યા પછી અભિનેતા અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ રામ સેતુની શૂટિંગ અયોધ્યામાં કરશે.
સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર અભિનેતા મંગળવારે રાત્રે મુંબઇની ટ્રાઇડન્ટ હોટલમાં ડિનર માટે યુપીના મુખ્ય પ્રધાનને મળ્યા હતા. મુખ્યમંત્રીએ સામાજિક સંદેશાઓ સાથે ફિલ્મ્સ બનાવવાના અક્ષયના પ્રયત્નોની પ્રશંસા કરી.

અભિનેતાએ યોગી આદિત્યનાથ સરકાર દ્વારા ઉત્તર પ્રદેશમાં ફિલ્મ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવતા પગલાઓની પ્રશંસા કરી હતી. અક્ષયે દિવાળી દરમિયાન નવેમ્બરમાં રામ સેતુ નામના તેના નવા પ્રોજેક્ટની ઘોષણા કરી હતી.
“આ દિપાવલી, ચાલો આપણે રામના આદર્શોને જીવંત રાખવા માટે તમામ ભારતીય લોકોની જાગૃતિ માટે પુલ (સેતુ) બનાવીએ જેમાં આવનારી પેઢીઓ જોડશે. આ વિશાળ કાર્ય આગળ ધરીને, આપણો નમ્ર પ્રયાસ છે.