તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબિતાજી (મુનમુન દત્તા) અને ટપુ (રાજ અનડકટ) એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની તસવીરો થતા વાઇરલ થતા સોશ્યિલ મીડિયા માં ચર્ચાનો વિષય બની ગયા છે.

આ બંનેના તસવીરો વાઇરલ થતાં જ સંબંધોની વાત સામે આવી છે ત્યારથી જ સોશિયલ મીડિયા પર ઘણાહાસ્યસ્પદ મીમ્સ વાયરલ થવા લાગ્યા છે. અને સોશિયલ મીડિયા માં બંનેને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

બંનેએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. મુનમુન દત્તાએ કહ્યું હતું, ‘મારે સામાન્ય જનતાને કહેવું છે કે મને તમારા કરતાં વધારે એક્સપેક્ટેશન છે. જોકે, તમે જે રીતે કમેન્ટ કરી છે તેનાથી ખ્યાલ આવે છે કે શહેર હોય કે નગર કે પછી આપણી સોસાયટી, આ સમાજની વિચારધારા ઘણી જ પછાત છે. માત્ર તમારા લોકોના હ્યુમરને કારણે મહિલાઓને ઉંમરને કારણે, માતા હોવાને કારણે કઈ હદે શરમમાં મૂકાવું પડે છે. આ બેવફૂકીપણું સતત થાય છે. જોકે, તમારા હ્યુમરના ચક્કરમાં કોઈએ મેન્ટલી કેટલું ડિસ્ટર્બ થવું પડે છે તે અંગે કોઈ વિચારતું નથી. જો ભવિષ્યમાં કોઈ વ્યક્તિ ડિપ્રેસ્ડ જોવા મળે અને આત્મહત્યા કરવા અંગે વિચારે તો તમારે થોડું વિચારવાની જરૂર છએ કે તમે એવું શું કહ્યું હતું કે તેનાથી ત્રાસીને તે ડિપ્રેશનમાં આવી ગયો. આજે મને ભારતની દીકરી કહેવા પર શરમ આવે છે. 13 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું અને તમને લોકોને મારી ડિગ્નિટી પર સવાલ કરવામાં 13 મિનિટ પણ ના થઈ. તમને કોઈ હક આપ્યો કે તમે કંઈ પણ લખી નાખો. કોઈની પર્સનલ લાઇફ જાણ્યા વગર તેના વિશે મનફાવે તેમ છાપી દો. તે પણ તેની સહમતિ વગર. શું તમારા આ વર્તનથી કોઈના અંગત જીવનમાં જે નુકસાન થશે તેની જવાબદારી લેવા માટે તમે તૈયાર છો?’