ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી માટે સારા સમાચાર છે, તે હવે પાપા બન્યા છે, બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને વિરાટની પત્ની અનુષ્કા શર્માએ મુબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આજે બપોરે પુત્રીને જન્મ આપ્યો છે, વિરાટે સોશિયલ મિડિયા સ્ટેટમેન્ટ દ્વારા પુત્રીનાં જન્મનાં સમાચાર આપ્યા.
કોહલીએ આપી ટ્વિટ કરીને જાણકારી
વિરાટ કોહલીએ કહ્યું કે, અમને બંનેને જણાવતા ખુશી થાય છે કે આજે બપોરે અમારા ઘરે દીકરી જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગળકામનાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી દીકરી બંને સ્વસ્થ છે અને અમારુ આ સૌભાગ્ય છે કે અમને જીવનનું આ ચેપ્ટર અનુભવ કરવા મળ્યું. અમે જાણીએ છીએ કે આ સમયે અમને થોડી પ્રાઇવસીની જરૂર હશે.
— Virat Kohli (@imVkohli) January 11, 2021
આ સમાચાર આવ્યા બાદ વિરાટ અને અનુષ્કાનાં ફ્રેન્સમાં ખુશી વ્યાપી ગઇ છે, તાજેતરમાં જ વિરાટ અને અનુષ્કા અને રેગ્યુલર ચેકઅપ માટે જતાં જોવા મળતા હતા, પુત્રીનાં જન્મ બાદ વિરાટ અને અનુષ્કા પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.
અનુષ્કા અને વિરાટ કોહલીએ ગત વર્ષે તેમના ચાહકોને જાન્યુઆરી 2021માં નવા મહેમાન આવવાનો છે, તેના સમાચાર આપ્યા હતાં, ત્યારથી અનુષ્કા ચર્ચામાં હતી. અને તે અવારનવાર બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરતી હતી. તેણે એક મેગેઝીનનાં કવર પેજ માટે ફોટોશુટ પણ કરાવ્યું હતું.

Great blog you have got here.. It’s hard to find good
quality writing like yours nowadays. I seriously appreciate people like you!
Take care!!