‘બિગ બોસ’ અને ‘ખતરોં કે ખિલાડી’ ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું દુઃખદ નિધન થયું છે. મુંબઈની કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થ નું નિધન થયું છે. ફક્ત 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લનું હાર્ટ એટેકથી નિધન થયું છે. મળતી માહિતી મુજબ, અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ રાત્રે સૂતા પહેલા દવા લીધી. પરંતુ ત્યાર બાદ તે ઉઠી ન શક્યો. હોસ્પિટલમાં પછીથી પુષ્ટિ કરવામાં આવી કે, સિદ્ધાર્થનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે.

સિદ્ધાર્થ શુક્લાએ સિરિયલ બાલિકા વધુથી સિદ્ધાર્થ શુક્લે દેશના તમામ ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. રિયાલિટી શો બિગ બોસની 13 મી સીઝન જીતી હતી. અને તેણે ખતરોં કે ખિલાડીની 7 મી સિઝન પણ જીતી હતી.