હાલ ગુજરાતમાં નવા મંત્રીમંડળ ને લઈને મોટી ચર્ચા થઈ રહી છે.આજે નવા મંત્રીમંડળ શપથગ્રહણ કરવાના હતા. જોકે બાદમાં આ કાર્યક્રમને કાલે રાખવામાં આવ્યો છે. રાજ્યમાં નવા મંત્રીમંડળમાં નો રિપીટ થીયરી પર વાત ચાલી રહી છે. એવામાં ભાજપ ના સિનિયર નેતાઓ તથા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ નેતાઓ નારાજ થયા હોવાની ચર્ચા થઇ રહી છે.

આ શપથગ્રહણની સમગ્ર જવાબદારી ભૂપેન્દ્ર યાદવ અને બીએલ સંતોષને આપવામાં આવી હતી.પરંતુ ભૂપેન્દ્ર યાદવ ડેમેજ કંટ્રોલ કરી શક્યા નહીં. છેવટે સમગ્ર મામલો દિલ્હી સુધી પહોંચ્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. હવે ગુજરાતનાં મંત્રીમંડળને લઈને છેલ્લો નિર્ણય પીએમ મોદી અને અમિત શાહ કરશે.