બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાને હાલમાં બિકિનીમાં પોતાનો ફોટો શેર કર્યો છે. સારા અલી ખાન આ તસવીરોમાં પરફેક્ટ ફિગર તથા એબ્સને ફ્લોન્ટ કરી રહી છે. સારા અલી ખાન આ તસવીરો માં યોગ કરતી પણ જોવા મળી રહી છે. સારા અલી ખાને આ તસવીરો શેર કરતા લખ્યું હતું કે, ફક્ત દિલથી તમે દીવાના થઈ જશો.

સારા એ અગાઉ પણ બિકિનીમાં ફોટો શેર કર્યો હતો કે, થોડાજ સમય માં સારા અલી ખાન અક્ષય કુમાર તથા ધનુષની સાથે ‘અતરંગી રે’ નામની ફિલ્મમાં જોવા મળશે. સારા અત્યાર સુધી લવ આજ કલ કેદારનાથ, સિંબા, તથા કુલી નંબર વન જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ‘અતરંગી રે’ આ ફિલ્મમાં સંગીત એ આર રહેમાનનું છે. ફિલ્મના ગીતો હિમાશું શર્માએ લખ્યા છે. ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે માર્ચ માસમાં શરૂ કરવામાં આવ્યું હતું.
પરંતુ કોરોનાને લીધે આ ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે અટકાવવામાં આવ્યું હતું. ઓક્ટોબર, 2020માં ફરીથી શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સારા છેલ્લે ફિલ્મ ‘કુલી નંબર 1’માં જોવા મળી હતી. ડેવિડ ધવનની આ ફિલ્મમાં વરુણ ધવન પણ સાથે હતો. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.
