પોર્નોગ્રાફી કૅસમાં મુંબઈ ના ઉદ્યોગપતિ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સામે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 1500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. અને તેને મુંબઈની આર્થર રોડ જેલમાં પુરવામાં આવેલ છે.મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ બુધવારે રાજ કુંદ્રા, રેયાન થોરપે, અરવિંદ શ્રીવાસ્તવ અને પ્રદીપ બક્ષી સામે ચાર્જશીટ દાખલ કરી હતી, 43 સાક્ષીઓમાંથી પાંચ સાક્ષીએ CRPCની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સામે પોતાનું નિવેદન રેકોર્ડ કરાવ્યું છે.

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે શિલ્પા શેટ્ટી નું પણ નિવેદન રેકોર્ડ કર્યું છે.જેમાં તેને મુંબઈ પોલીસને કહ્યું છે કે રાજ કુંદ્રા શું કામ કરે છે એ વિશે એને કશી ખબર જ નહોતી, કારણ એ પોતાનાં જ કામોમાં અત્યંત વ્યસ્ત હતી.શિલ્પાએ એવું પણ કહ્યું કે વિવાદાસ્પદ એપ ‘હોટશોટ્સ’ કે ‘બોલિફેમ’ વિશે પણ તેને કશી જ ખબર નહોતી.
ચાર્જશીટમાં રાજ કુંદ્રા પર આ એપ્સ પર પોર્નોગ્રાફિક વીડિયો સામગ્રી પ્રસારિત કરવાનો આરોપ છે. તે પ્રમાણે જ્યારે ગૂગલના પ્લેસ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી ‘હોટશોટ્સ’ હટાવી દેવામાં આવી તો રાજ કુંદ્રાએ ‘બોલિફેમ’ નામની નવી એપ લોન્ચ કરી દીધી. ચાર્જશીટ કહે છે કે કુંદ્રાએ પોતાનું પોર્ન સામ્રાજ્ય ચલાવવા માટે વિયાન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પરિસરનો ઉપયોગ કર્યો હતો.
રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે પહેલાં તેને 27 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો. તે પછી જિલ્લા કોર્ટ (એસ્પ્લેનેડ કોર્ટ)એ પછી તેને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો. ત્યારથી તે જેલમાં જ છે. તેની એક જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. રાજ કુંદ્રા પર શર્લિન ચોપરાથી લઇને પૂનમ પાંડે સુધીની અભિનેત્રી કમ મોડલોએ ગંભીર આરોપો લગાવ્યા હતા. મુંબઈ સાયબર પોલીસમાં 2020ના વર્ષમાં આ કેસ દાખલ થયો હતો.

ચાર્જશીટમાં નોંધાયેલા શર્લીન ચોપરાના બયાન પ્રમાણે ‘ધ શર્લિન ચોપરા એપ’ નામની એપ્લિકેશન બનાવવા માટે આર્મ્સ પ્રાઇમ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે એક કોન્ટ્રાક્ટ સાઇન કરાયેલો. ત્યારે સૌરભ કુશવાહા અને રાજ કુંદ્રા આર્મ્સ પ્રાઇમ મીડિયા પ્રા. લિ.માં ડિરેક્ટર્સ હતા. આ ‘ધ શર્લિન ચોપરા એપ’માં શર્લિન ચોપરાના બોલ્ડ (વાંચો, નગ્ન) વીડિયો અને ફોટો પબ્લિશ કરવામાં આવી રહ્યા હતા.
શર્લિનને આ કોન્ટ્રાક્ટ પ્રમાણે રેવન્યૂના 50% હિસ્સો મળવાનો હતો, પરંતુ શર્લિનના આરોપ પ્રમાણે તેને આ હિસ્સો અપાયો નહોતો. ત્યાર પછી ‘હોટશોટ્સ’ એપ માટે પણ શર્લિન સાથે કોન્ટ્રાક્ટ કરાયો, જેના માટે શર્લિને એક્ટિંગ કરવાની હતી.
રાજ કુંદ્રા પર આ કલમો લાગી છે.
- કલમ 420 – છેતરપિંડી અને વિશ્વાસઘાત
- આઈપીસીની કલમ 292, 296 – અશ્લીલ સામગ્રી બનાવવી અને વેચવી
- ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 67, 67(a) – ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં અશ્લીલ સામગ્રી અપલોડ કરવી અને બ્રોડકાસ્ટ કરવી
- મહિલાઓનું અવિવેકપૂર્ણ પ્રતિનિધિત્વ (નિષેધ) અધિનિયમ, કલમ 2(g) 3, 4, 6, 7 – મહિલાઓ સાથે સંકળાયેલી અશ્લીલ ફિલ્મ બનાવવી, વેચવી અને પ્રસારિત કરવી.