Home Gujarat સુરતઃ દુષ્કર્મ કેસમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાઇના જામીન મંજુર.

સુરતઃ દુષ્કર્મ કેસમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાઇના જામીન મંજુર.

સુરતઃ દુષ્કર્મ કેસમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાઇના જામીન મંજુર - Royal Gujarati

દુષ્કર્મ કેસના કારણે જેલમાં બંધ રહેલા આસારામ પુત્ર નારાયણ સાઈના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે એની વયોવૃદ્ધ માતાને હૃદયની બીમારીના કારણે નારાયણ સાઈને 14 દિવસની પેરોલ મળી. નારાયણ સાંઇ હાલ સુરત લાજપોર જેલમાં બંધ હતા. નારાયણ સાઈ પર આસારામના આશ્રમમાં રહેતી સાધવીઓએ શારીરિક શોષણ કર્યું હોવાના આરોપ લગાવ્યા હતા.

આ પહેલા આસારામની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જે જોધપુર કોર્ટે સ્વીકારી લીધી હતી. આસારામની આ અરજી પર જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયે સુનાવણી થશે. ત્યાર બાદ સ્પષ્ટ થશે કે, આસારામને જેલમાંથી મુક્તિ મળશે કે ફરી કારાવાસ લંબાશે? કોર્ટેમાં આસારામે પોતાની ઉંમરની દલીલ કરી હતી. આ મુદ્દે સુનાવણી કરવા માટે અપીલ કરી હતી. જસ્ટિસ સંદીપ મહેતા અને રામેશ્વરલાલ વ્યાસની બેન્ચે આસારામની અરજી સ્વીકાર કરી હતી. આસારામે કહ્યું હતું કે, તે 80 વર્ષનો વૃદ્ધ થઈ ગયો છું અને વર્ષ 2013થી કારાવાસ ભોગવી રહ્યો છું. આસારામે કોર્ટને કહ્યું કે, એમણે કરેલી અરજી પર ઝડપથી સુનાવણી કરવામાં આવે. આસારામની આ અરજી જગમાલ ચૌધરી અને પ્રદીપ ચૌધરીએ રજૂ કરી હતી. વર્ષ 2013માં એક સગીરાએ એના પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જે જોધપુર નજીક આવેલા આશ્રમમાં ગઈ હતી. તા.31 ઓગસ્ટ 2013ના રોજ આસારામને મધ્ય પ્રદેશના ઈન્દૌરમાંથી ઝડપી લેવાયો હતો. આસારામ પર પોક્સો એક્ટ, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, કુકર્મ, ગુના પ્રેરિત કાવતરૂ તથા બીજા કેટલાક ચાર્જ અંતર્ગત કેસ નોંધાયો હતો અને ધરપકડ કરવામાં આવી હતી.

સુરતના આશ્રમની બે સાધિકાએ નારાયણ સાઈ પર દુષ્કર્મ કર્યાના આરોપ લગાવ્યા હતા. એવું પણ જાણવા મળ્યું હતું કે, નારાયણ સાઈના માતાનું હ્દય 40 ટકા જ કામ કરી રહ્યું છે. આ મામલાને ધ્યાને લઈને હાઈકોર્ટે 14 દિવસની રાહત આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here