World Rose Day : કેન્સર સામે જંગ લડી રહેલા લોકો માટે છે ખાસ દિવસ,
World Rose Day દર વર્ષે 22 સપ્ટેમ્બરનો મેલિંડા રોજની યાદમાં ઉજવવામાં આવે છે. મેલિંડ રોજ માત્ર 12 વર્ષની ઉંમરમાં અક્સિન ટ્યૂમર નામક બ્લડ કેન્સરનો શિકાર થઈ ગઈ હતી. આ કારણે મેલિંડ આજે આપણા બધાની વચ્ચે નથી, પરંતુ તેમની યાદમાં દર વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ ‘વર્લ્ડ રોજ ડે’ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. કહેવામાં આવે છે કે, કેન્સર પીડિતા હોવા છતા મેલિંડાએ જિંદગીથી ક્યારેય આશા છોડશે નહી. ઉલ્લેખનીય છે કે, સારવાર કરવાથી 6 મહીના બાદ જ મેલિંડએ દુનિયાને અલવિદા કહેવામાં આવે છે.
World Rose Day કેમ મનાવવામાં આવે છે?
કેન્સર પીડિત દર્દીઓ સાથે માનવતાભર્યુ વર્તન કરવા અને તેમનું દુખ અડધું કરવા માટે દર વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ રોઝ ડે મનાવવામાં આવે છે. તેનો હેતુ કેન્સર સામે લડતાં લોકોને જીવવાની પ્રેરણા આપવા અને તેમનું જીવન આનંદમય બનાવવાનો છે. ગુલાબનું ફૂલ પ્રેમ, લગાવ અને કેરનું પ્રતીક માનવામાં આવે છે જેની મદદથી તમે એક સારો મેસેજ આપી શકો છો.

World Rose Day ની શરૂઆત કેવી રીતે થઇ?
આ દિવસ કેનેડામાં રહેતી 12 વર્ષીય મેલિન્ડા રોઝની યાદમાં મનાવવામાં આવે છે. વર્ષ 1994માં મેલિન્ડાને જ્યારે બ્લડ કેન્સર થયો હતો. ત્યારે ડૉક્ટર્સે કહ્યુ હતું કે મેલિન્ડા હવે 2 અઠવાડિયાથી વધુ જીવી શકશે નહીં. પરંતુ મેલિન્ડાએ હાર ન માની અને ડૉક્ટર્સની ભવિષ્યવાણીને ખોટી સાબિત કરી બતાવી. મેલિન્ડા 6 મહીના સુધી જીવિત રહી પરંતુ સપ્ટેમ્બર મહિનામાં તેણે દુનિયાને અલવિદા કહી દીધું. 12 વર્ષીય મેલિન્ડાએ જે રીતે 6 મહિના સુધી કેન્સર સામે લડત લડી હતી તે તમામ કેન્સર પેશેન્ટ માટે એક પ્રેરણા અને તાકાતનું ઉદાહરણ બની ગયું હતું.
ઉલ્લેખનીય છે કે આ દિવસે તમામ કેન્સરના દર્દીઓને ગુલાબનું ફૂલ આપવામાં આવે છે જેથી તેમને કેન્સર જેવી બીમારીથી લડવા માટે શક્તિ મળી શકે. મોટાભાગે લોકો કેન્સરનું નામ સાંભળીને જ ડરી જાય છે અને તેમને લાગે છે કે તેઓ લાંબા સમય સુધી જીવી શકતા નથી. આ પ્રકારના લોકોની અંદર હિંમત જગાવવા માટે વર્લ્ડ રોઝ ડે મનાવવામાં આવે છે.
મહત્ત્વ
આજના દિવસે કેન્સરના દર્દીઓને ગુલાબનું ફૂલ આપીને તેમને બીમારી સામે લડવા અને જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. કેન્સર જીવવનો અંત નથી, પરંતુ એક શરૂઆત છે. આશા અને લાગણીઓથી કેટલાય લોકો કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવામાં સફળતા પણ મેળવે છે અને ફરીથી એક નવા જીવનની શરૂઆત કરી શકે છે.
અવનવી ખબરો જાણવા માટે અહીં ક્લિક કરો. ગુજરાત ના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો.