Home Business રોકાણકારો જુઓ આ – Yes Bankનો શેર છેલ્લા 5 દિવસમાં 28% ભાગ્યો

રોકાણકારો જુઓ આ – Yes Bankનો શેર છેલ્લા 5 દિવસમાં 28% ભાગ્યો

Royal Gujarati - Yes Bank Share

Yes Bank share: છેલ્લા એક મહિનામાં Yes Bankના શેરમાં 21.08 ટકા તેજી આવી છે, જ્યારે આ દરમિયાન સેન્સેક્સમાં ફક્ત 6.45 ટકા તેજી આવી છે.

મુંબઈ: Yes Bankના શેરે રોકાણકારોને ખુશ કરવાની શરૂઆત કરી દીધી છે. ગુરુવારે 16 સપ્ટેમ્બરના રોજ Yes Bank Share 12.60% ભાગ્યો હતો. આ સાથે Yes bank Share 14.30 રૂપિયા પર બંધ રહ્યો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં યસ બેંકના શેરમાં 27.93% તેજી જોવા મળી છે. 8 સપ્ટેમ્બર 2021ના રોજ Yes Bankનો શેર 10.92 રૂપિયા પર બંધ રહ્યો હતો. 11 ડિસેમ્બર 2020ના રોજ Yes Bankનો શેર તેની 52 અઠવાડિયાની સૌથી ઊંચી સપાટી પર હતો.

યસ બેંકના શેરનું 52 અઠવાડિયાનું સૌથી ઊંચું લેવલ 21.83 રૂપિયા છે. હાલ યસ બેંકનો શેર 52 અઠવાડિયાના સૌથી નીચા સ્તરથી 34.82 ટકો ઉપર ગયો છે. બેંકના શેરનું 52 અઠવાડિયાનું સૌથી નીચું લેવલ 10.51 રૂપિયા છે. 23 ઓગસ્ટ 2021ના રોજ યસ બેંકનો શેર 52 અઠવાડિયાના સૌથી નીચલા સ્તરને પર આવી ગયો હતો.

છેલ્લા એક મહિનામાં Yes Bankના શેરમાં 21.08 ટકા તેજી આવી છે, જ્યારે આ દરમિયાન સેન્સેક્સમાં ફક્ત 6.45 ટકા તેજી આવી છે. છેલ્લા એક વર્ષના આંકડા જોઈએ તો Yes bankના શેરમાં 0.49 ટકા તેજી આવી છે. આ દરમિયાન સેન્સેક્સ 50.54 ટકા ઉપર ગયો છે.

રોકાણકારોએ શું કરવું?

માર્કેટ નિષ્ણાતોનું માનવું છે કે Yes Bank ભાગ્યે જ આગામી થોડા મહિનામાં 20 રૂપિયાની સપાટીને સ્પર્શી શકે. Yes Bankના શેરે ડિસેમ્બર 2020માં 20 રૂપિયાની સપાટીને સ્પર્શ કરી હતી. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે જ્યાં સુધી Yes Bankમાં ગ્રોથની સંભાવના નથી વધતી ત્યાં સુધી રોકાણ ન કરવું જોઈએ.

Hem Securitiesના એનાલિસ્ટે કહ્યું કે, “એકંદરે યસ બેંકના શેરમાં રોકાણ કરવું જોખમથી ભરેલું છે. તેજી આવવા પર આ શેરમાંથી બહાર નીકળી જવું જોઈએ.” Yes Bankના શેરનું રેજિસ્ટેન્સ લેવલ 12 રૂપિયા છે. બજાર નિષ્ણાતો કહી રહ્યા છે કે યસ બેંકનો શેર 20 રૂપિયાના સ્તર પર પરત આવે તે ખૂબ જ મુશ્કેલ છે.

અવનવી ખબરો જાણવા માટે અહીં ક્લિક કરો. ગુજરાત ના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here